પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્

શીતલ ઠાકર,ગાંધીનગર
* બંધારણે મતનો અધિકાર આપ્યો – ભાજપ ચૂંટણીપંચના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે
* રાતોરાત લાખોની સંખ્યામાં ફોર્મ-૭ કોણે જમા કરાવ્યાની માહિતી અને સી.સી.ટી.વી. ફુટેજ જાહેર કરો
* કોંગ્રેસ પક્ષ એકપણ મતદારના મતદાનનો અધિકાર છીનવવા નહીં દે
* ખોટી વિગત દ્વારા ફોર્મ-૭ના વાંધા મુકનારા સામે એફ.આઈ.આર. કરી, જેલ ભેગા કરો
* ચોક્કસ પક્ષને લાભ અપાવવા અધિકારી ગેરકાયદેસર કામ કરશે તો જેલના સળીયા પાછળ જવા તૈયાર રહે
* મતદાન અધિકાર છીનવવાના સુનિયોજીત ષડયંત્ર વિરૂધ્ધ કોંગ્રેસ પક્ષ ધરણા-પ્રદર્શન, મામલતદાત કચેરી, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે, જરૂર પડશે તો કોર્ટમાં જઈશું
* કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે
* દરેક નાગરિકને તેમના મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરનાર કોણ છે તે જાણવાનો હક્ક છે
આ બાબતો ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઇ ચૌધરી સાહેબ અને સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ સોલંકીની આગેવાનીમાં ચૂંટણી પંચની એસ.આઈ.આર. (SIR)ની કામગીરીમાં થઈ રહેલ ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમા પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, ચન્દ્રસિહ ઝાલા,સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ,ટીવી પટેલ ,રમણભાઇ પરમાર, મનોજ બારોટ, સંજયભાઇ,અમિતભાઈ શમાઁ,હર્ષદભાઇ ,પ્રકાશભાઈ, ઇસ્વરભાઇ,મુકેશભાઇ,કાતિભાઇ,અકિલ, ઇશાકભાઇ, કુમાર ભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.





