ઇડર

ઈડરના વડીયાવીર ખાતે આરએસએસની શતાબ્દી વર્ષ નિમિત્તે વિએચપી પ્રેરિત સનાતન ધર્મસભા યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડીયાવીર ખાતે આરએસએસની શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મસભા યોજાઈ. જેમાં દેશમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાશી અને વિદર્ભથી ઉપસ્થિત રહેલા સંતોએ આશિર્વચન સાથે સનાતન ધર્મ અંગે સંસ્કૃતિને લઈ પ્રવચન આપ્યું ઈડરના વડિયાવીર ખાતે આરએસએસની શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મસભા યોજાઈ. જેમાં કાશીથી દંડી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભામાં હિન્દુ ધર્મને લઈ ચર્ચા કરવામાં આવી હતી. પાડોશી દેશોમાં હિન્દુ ધર્મ પરિવારોની વર્તમાન સ્થિતિની ચિંતા પણ કરવામાં આવી હતી. દેશભરમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હોઈ તેઓએ સંસ્કૃતિની વાતો કરી હતી. પશ્ચિમ સંસ્કૃતિના વધતા હાવી થતા આંધળા અનુકરણને લઈ ચિંતા વ્યક્ત કરાઈ હતી.સાથેજ સનાતન ધર્મની જાગૃતતા અને સામાજિક પરિવર્તન,કુટુંબ પ્રમોદન સામાજિક સમરસતા વિશે ચિંત કરવામાં આવ્યું હતું સાથેજ હિન્દૂ સમાજના ગુણ,રક્ષણ અને જીવન મૂલ્યો અને સમાજની દ્રઢતા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.ઈડરના વડીયાવીર ખાતે યોજાયેલ સનાતન ધર્મસભામાં દેશભરના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દૂ ધર્મને નવી દિશા અને સંકૃતિ જળવાઈ રહે એ માટે જાગૃત કરવા માટે અને રક્ષણ કરવા માટે ધર્મસભામાં ચર્ચા કરવામાં આવી હતી જોકે વનવાસી વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણ થઈ રહ્યું છે એ અટકાવવા અને જે લોકોએ ભૂતકાળમાં ધર્માંતરણ કર્યું છે એમને ફરી હિન્દૂ ધર્મમાં લાવવા માટેના પ્રયાસો કરવા માટે ખાસ ચિંતન કરવામાં આવ્યું હતું સાથો સાથ હિન્દૂ સમાજમાં સમરસતા,નૈતિક મૂલ્યો અને આદર્શ કુટુંબ વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય એ માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને હિન્દૂ સમાજના રક્ષણ માટે સાધુ સંતોએ લોકોને જાગૃત કર્યા હતા.ઇડરના વડીયાવીર ખાતે યોજાયેલ હિન્દૂ ધર્મસભામાં હજનડું ધર્મના રક્ષણ માટે અને પશ્ચિમી સંસ્કૃતિના વધતા જતા અનુકરણને અટકાવી સમાજ સમરસતા અને આદર્શ કુટુંબ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું અને હિન્દૂ સમાજને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!