હિમતનગર

હિંમતનગર ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલા છ વાહનોની હરાજી કરાઈ

૩ વાહનો રૂા. ૮.૯પ લાખમાં વેચાયા, બાકીના ૩ વાહન માટે હવે પછી ફરી હરાજી થશે

જીગ્નેશ સોની  હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે અગાઉ પકડાયેલા છ વાહનોની નિયમ મુજબ હરાજી કરવા માટે ઉચ્ચ કક્ષાએથી વાહનોને હરાજી કરવાની મંજૂરી લીધા બાદ બુધવારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છ વાહનોની હરાજી રખાઈ હતી. જેમાં ૩૦ વેપારીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ હરાજીમાં મૂકાયેલ છ પૈકી ત્રણ વાહનો અંદાજે રૂા. ૮.૯પ લાખમાં વેચાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ગાંભોઈ, તલોદ, ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે ચેકિંગ દરમ્યાન જે-તે પોલીસ સ્ટેશનની હદમાંથી વાહનો પકડયા હતા. જેમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના ૨, તલોદ પોલીસ સ્ટેશનના ૨, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું ૧ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું ૧ એમ ૬ વાહનોની હરાજી બુધવારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હરાજી કરાઈ હતી. પશુ ચોરીના કેસમાં જપ્ત કરાયેલા આ વાહનોમાંથી ૩ વાહનોનું રૂા૮.૯૫ લાખમાં વેચાણ થયું હતું.
આ હરાજી હિંમતનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.બુધવારે બપોરે શરૂ થયેલી આ હરાજીમાં કુલ ૩૦ વેપારીઓએ ભાગ લીધો હતો. હવે બાકી રહેલા ત્રણ વાહનો માટે એક મહિના પછી ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ વાહનોની હરાજી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તેમનું વેચાણ થયું ન હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!