મોર્ડન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યૂ ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલ નો વાર્ષિક સમારોહ
હિંમતનગરના ટાઉન હોલ ખાતે દોલત પેલેસ પાસે “ભારત – એક અનંત યાત્રા” થીમ હેઠળ ભવ્ય રીતે યોજાયો હતો.

શીતલ ઠાકર,ગાંધીનગર
મોર્ડન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યૂ ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલ નો વાર્ષિક સમારોહ હિંમતનગરના ટાઉન હોલ ખાતે દોલત પેલેસ પાસે “ભારત – એક અનંત યાત્રા” થીમ હેઠળ ભવ્ય રીતે યોજાયો હતો.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અંદર સેક્રેટરી (એજ્યુકેશન) તુષાર પટેલ, ભાવનગર જિલ્લાના સ્પોર્ટ વિકાસ અધિકારી હર્ષ દરજી અને એજ્યુકેશન એનાલિસ્ટ વિપુલ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોર્ડન એજ્યુકેશનના પ્રમુખ, સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કેજીથી ધોરણ ૧૧ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. રંગબેરંગી વેશભૂષામાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી વિવિધ કલાઓનું મનમોહક પ્રદર્શન કર્યું હતું.

ખેલ મહાકુંભમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




