હિંમતનગર પાલિકાનું વર્ષ ર૦ર૬-ર૭નું રૂ.૧૩૬ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજુર કરાયું
વિપક્ષે બજેટને આંકડાની માયાજાળ વાળુ ગણાવ્યું

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક શુક્રવારે હિંમતનગરના બદલે ૩પ કી.મી. દુર આવેલ એક ખાનગી ફાઇવ ટાર રીસોર્ટમાં યોજાઈ હતી જેમાં પાલિકાનું અંદાજે રૂ.૧૩૬ કરોડના આ બજેટને ચર્ચાને અંતે મંજુરીની મહોર મારવામાં આવી હતી. બજેટમાં શહેરીજનો માટે પાણી, ગટર, ટાઉન પ્લાનીંગ સહિતના અન્ય વિભાગો માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. જયારે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ વિસ્તારોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કરીને આ બજેટને આંકડાની માયાજાળ વાળુ ગણાવ્યું છે.
વર્ષ ર૦ર૬-ર૭ના બજેટ રજુ કરવા અને મંજુર કરવા માટે શુક્રવારે આડાહાથરોલની સીમમાં આવેલ એક ફાઇવ સ્ટાર મોંઘાદાટ રીસોર્ટમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સામાન્ય સભા હિંમતનગરમાં યોજવાને બદલે અન્ય સ્થળની પસંદગી કરાતાં પાલિકાના પદાધિકારીઓના નિર્ણયને ટીકાપાત્ર ગણાઈ રહયો છે. દરમ્યાન વર્ષ ર૦ર૬-ર૭ના બજેટમાં રૂ.૧૩૬ કરોડની વિવિધ જોગવાઈઓ સાથે વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલ સુચિત રકમ અંગે સત્તાધારી અને વિપક્ષના સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. બજેટ બેઠક દરમ્યાન ચાલુ વર્ષના રૂ.૧૩૬ કરોડની જોગવાઈ કરાઈ છે ત્યારે તેમાં બંધ સિલક રૂ.૬.૪૬ કરોડ બતાવાઈ છે જયારે ઉઘડતી સિલક અંદાજે રૂ.ર૪,૩૮,પ૯,૦૦૦ બતાવાઈ છે.
પાલિકાના બજેટમાં આ વખતે પાણી પુરવઠા વિભાગને રૂ.૧૦,૬૯,પ૦,૦૦૦ ખર્ચ અંદાજવામાં આવ્યો છે, બાંધકામ માટે પાલિકાએ વર્ષ ર૦ર૬-ર૭માં રૂ.૮,૩ર,૦૦,૦૦૦ના ખર્ચનો અંદાજ રાખ્યો છે, સાથો સાથ ગટર, ટાઉન પ્લાનીંગ, દિવાબત્તી, બગીચા સહિતના અન્ય વિભાગો માટે પણ વિશેષ ખર્ચની જોગવાઈ કરાઈ છે ત્યારે બજેટની ચર્ચા દરમ્યાન સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોમાં પાણી, પાકા રસ્તા, સ્ટેટ લાઈટ, ગટર અને સફાઈ જેવી સુવિધાઓ યોગ્ય રીતે ન મળતી હોવાનો આક્ષેપ કરીને સત્તાધારી પક્ષને આવા વિસ્તારો માટે પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે શુક્રવારે યોજાયેલ બજેટ બેઠક વર્તમાન પદાધિકારીઓ માટે છેલ્લી હોવાને કારણે શહેરીજનોની વાહવાહી મેળવવા માટે ભરપુર પ્રયાસ કરાયા હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.
પાલિકાના બજેટની આંકડાકીય વિગતો
આવક રકમ
નગરપાલિકા કરવેરા ૧૯,૦૧,૦૦,૦૦૦
કરવેરા સિવાયની મિલ્કતોમાંથી થતી આવક ૫૨,૦૦,૦૦૦
ફીની આવક ૬૪,૫૦,૦૦૦
અન્યઆવક ૩,૮૭,૦૫,૦૦૦
પાણી પુરવઠા ૩,૦૦,૦૦૦
બગીચા વિભાગ ૨,૧૩,૦૦,૦૦૦
ગટર વિભાગ ૬,૦૦,૦૦૦
શિક્ષણ વિભાગ ૩,૦૦,૦૦૦
સીટી બસ વિભાગ ૧૮,૦૦,૦૦૦
એમ્બ્યુલન્સ વિભાગ ૨,૦૦,૦૦૦
ફાયર વિભાગ ૪,૨૦,૦૦૦
ટાઉન હોલ ૧૫,૦૦,૦૦૦
એન.યુ.એલ.એમ. યોજના ૩૫,૦૦,૦૦૦
આરોગ્ય ૧૬,૭૦,૦૦૦
અનુદાન ૭૦,૫૦,૦૫,૦૦૦
ગલ્લા વિભાગ (શોપીંગ-દુકાનો) ૫,૨૨,૦૦,૦૦૦
ટાઉન પ્લાનીંગ ૩,૪૦,૦૦,૦૦૦
દેવા વિભાગ ૫,૨૮,૯૧,૦૦૦
કુલ ૧૧૧,૬૧,૪૧,૦૦૦
ઉઘડતી સિલક ર૪,૩૮,પ૯,૦૦૦
કુલ સરવાળો ૧૩૬,૦૦,૦૦,૦૦૦
ખર્ચ રકમ રૂપિયા
સામાન્ય વિભાગ – પગાર ખર્ચ ૨,૨૨,૦૦,૦૦૦
સામાન્ય વહીવટ ૭,૬૮,૮૦,૦૦૦
પરચુરણ ખર્ચ ૧,૫૦,૪૦,૦૦૦
દિવાબત્તી ૨,૩૦,૦૦,૦૦૦
પાણીપુરવઠા ૧૦,૬૯,૫૦,૦૦૦
બગીચા ૮૮,૦૦,૦૦૦
ગટર ૪,૩૫,૦૫,૦૦૦
શિક્ષણ ૬,૭૫,૦૦૦
સીટીબસ ૮૬,૫૦,૦૦૦
એમ્બ્યુલન્સ ૭,૫૦,૦૦૦
ફાયરબ્રિગ્રેડ ૫,૭૦,૦૦,૦૦૦
ટાઉન હોલ ૧૩,૨૦,૦૦૦
એન.યુ.એલ.એમ. યોજના ૪૦,૦૦,૦૦૦
આરોગ્ય ૯,૩૨,૦૦,૦૦૦
બાંધકામ ૮,૩૨,૦૦,૦૦૦
અનુદાન ૬૨,૫૦,૩૦,૦૦૦
ટાઉન પ્લાનીંગ ૧,૮૭,૪૦,૦૦૦
મિકેનિકલ ૫,૦૦,૦૦,૦૦૦
દેવા વિભાગ ૫,૬૪,૬૦,૦૦૦
કુલ ૧,૨૯,૫૪,૦૦,૦૦૦
બંધ સિલક ૬,૪૬,૦૦,૦૦૦
કુલ સરવાળો ૧૩૬,૦૦,૦૦,૦૦૦




