ભારતના ચૂંટણી પંચ દ્રારા ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
• તા.૩૦મી માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
• તા.૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે
• તા.૭મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
• તા.૯મી એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
• તા.૨૩મી એપ્રિલ, ૨૦૨૬ ના રોજ મતદાન યોજાશે.
• તા.૪થી મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર થશે.
ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ, ૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ, ૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.




