ટોપ સ્ટોરીઝ

પોશીના તાલુકા વિકાસ અધિકારી કવિતા મહેશ્વરી અને તલાટી મનોજ દલાલ ને ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારી ક્યારે તપાસ કરશે?

પરાગ હજારી,હિમતનગર

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ટીડીઓ અને તલાટી વચ્ચે થયેલી કથિત વાતચીતનો વાયરલ ઓડિયો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયેલા આ ઓડિયો પછી સામાન્ય જનતા અને જાગૃત નાગરિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. કથિત વાયરલ ઓડિયોમાં કવિતા મહેશ્વરી તાલુકા વિકાસ અધિકારી અને તલાટી દલાલ મનોજ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપ ની સોશિયલ મીડિયામાં લોકો પ્રજા સમક્ષ વિડીયો વાયરલ થતા ભારે હોબાળો મચી ગયેલ છે ત્યારે હજી વધુ એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં તમારા અખબાર દ્વારા રિલીઝ કરવામાં આવશે અને કયા કયા તલાટીઓએ કેટલી કેટલી ટકાવારી મેળવી અને કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચાડી તેની તેનો અમે ઘટસ્પોફ કરશું.

પોશીના તાલુકા પંચાયત હસ્તક આવેલી વિવિધ ગ્રામ પંચાયતમાં થતો વ્યાપક ભ્રષ્ટાચાર બાબતે 5% ની ટકાવારી ચાલતી હોવાનું વધુ એક વિડિયો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે આ અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી દલાલ વચ્ચેની ઓડિયો ક્લિપ રિલીઝ થઈ હતી જે બાબતે લોકોનો સીધો સવાલ છે કે આ મામલે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ તપાસ કેમ શરૂ કરવામાં આવી નથી? વાયરલ ઓડિયોમાં કરવામાં આવેલી વાતચીતમાં ભ્રષ્ટાચારના ગંભીર સંકેતો મળતા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો આ ઓડિયો સાચો સાબિત થાય તો તે માત્ર પોશીના તાલુકા માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે શરમજનક બાબત બની શકે છે. તેમ છતાં અત્યાર સુધી સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે લોકોમાં શંકા વધુ ગાઢ બની રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વધી રહ્યા છે અને સામાન્ય નાગરિકો હવે આ સ્થિતિથી થાકી ગયા છે. વિકાસના કામોથી લઈને વિવિધ સરકારી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા પ્રશાસનને માંગ કરવામાં આવી છે કે, આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો વાયરલ ઓડિયો સાચો સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપવામાં આવે.
હાલ પોશીના તાલુકાની જનતા એક જ સવાલ પુછી રહી છે.વાયરલ ઓડિયોની તપાસ આખરે ક્યારે થશે? અને ભ્રષ્ટાચાર સામે તંત્ર ક્યારે કડક પગલા ભરશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!