હિંમતનગરમાં મોતીપુરા સર્વિસ રોડ કામગીરીનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ

હિંમતનગર શહેરના નેશનલ હાઇવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડની ચાલી રહેલી કામગીરીનું ગઈકાલે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા રૂબરૂ સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મોતીપુરા વિસ્તારમાં સર્વિસ રોડની કામગીરી ગતિમાં છે, ત્યારે પ્રજાની સુખાકારી અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ આકસ્મિક મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે કામ કરી રહેલ એજન્સીના પ્રતિનિધિઓ તથા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને કામગીરી ગુણવત્તાસભર તેમજ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે કડક સૂચનાઓ આપી.
આ ઉપરાંત, સ્થાનિક નાગરિકોની સુવિધા માટે જરૂરી સલામતીના પગલાં લેવા તથા વાહન વ્યવહાર અવરોધ ન સર્જાય તે બાબતે વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી બિપીનભાઈ ઓઝા, ગોપાલસિંહ રાઠોડ, નિર્ભયસિંહ રાઠોડ, જાનકીબેન રાવલ તથા એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




