વડાલી

બડોલ કંપામાં તિજોરી તોડી રૂ.૧૧.૫૦ લાખની ચોરી, પોલીસ તપાસ શરૂ

શીતલ ઠાકર,ગાંધીનગર

વડાલી તાલુકાના બડોલ કંપા ગામમાં આવેલ બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘૂસી તિજોરી તોડી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૧૧.૫૦ લાખની મત્તા ચોરી કરી લઈ જતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરાઈ છે.

ફરીયાદ મુજબ, બડોલ કંપાના રહીશ અને હાલ ખેડબ્રહ્માના સુરતીકંપા રોડ પર આવેલી મોતીનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર બાબુલાલ પટેલના બડોલ કંપા સ્થિત બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ગત તા.૯ એપ્રિલની રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરીને મંદિરવાળા રૂમમાં રાખેલી બે લોખંડની તિજોરીના લોકર તોડી નાખ્યા હતા.

તિજોરીમાંથી રૂ.૩ લાખનો સોનાનો દોરો, રૂ.૩ લાખનું મંગળસૂત્ર, રૂ.૧ લાખની ચેઈન, રૂ.૩ લાખની ત્રણ બંગડી, રૂ.૧ લાખની ત્રણ વીંટી તેમજ રૂ.૫૦ હજાર રોકડ ચોરી કરી કુલ રૂ.૧૧.૫૦ લાખની મત્તા લઇ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મકાન માલિકને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી તપાસ કરતાં ઘરવખરી વેરવિખેર હાલતમાં જોવા મળી હતી. બાદમાં તેમણે વડાલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!