ત્રણ વર્ષથી ખુનના ગુનામાં પેરોલ જંપ કરનારને ચંદ્રાણામાંથી ઝડપી લેવાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ વર્ષ અગાઉ ખુનના ગુનામાં નાસતા ફરતા એક શખ્સને થયેલી સજા બાદ તે જેલમાં હતો પરંતુ પેરોલ પર છુટયા પછી ત્રણ વર્ષ સુધી ફરીથી જેલમાં હાજર ન થઈને પેરોલ જંપ પર જતો રહયો હતો દરમ્યાન સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે તેને સોમવારે ચંદ્રાણાના ગુડીફળીમાંથી ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ તેને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ કે.સી.બ્રહ્મભટ્ટ તથા સ્ટાફના જણાવાયા મુજબ સોમવારે તેમને એવી બાતમી મળી હતી કે ત્રણ વર્ષ અગાઉ ખુનના ગુનામાં સજા ભોગવતો પોશીના તાલુકાના પેટાછાપરા ગુડીફળીમાં રહેતો માલીયા અજાભાઈ ગમાર જેલમાંથી પેરોલ જંપ પર બહાર આવ્યા બાદ ત્રણ વર્ષથી જેલમાં હાજર થતો ન હતો જે બાતમીને આધારે એલસીબીએ તેને ચંદ્રાણા ખાતેથી ઝડપી લીધો હતો અને ફરાર કેદીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.




