ઇડરમાં બાબાસાહેબની જન્મ જયંતી ઉજવાઈ

જય ભીમ યુવા સંગઠન દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩મી એપ્રિલે ભીમ જયંતી ડાયરો અને ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજીક કાર્યકર રામાભાઈ સોલંકી, મુકેશ પરમાર (યુવા), ઈસ્માઈલ મુલ્લા, કાંતાબેન પરમાર, મુકેશ સોલંકી તથા અન્ય મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ૧૪મી એપ્રિલ મોટર સાઇકલ ધ્વારા ઇડર શહેર માં જય ભીમ ના નારા અને ઝંડી પતાકા ધ્વારા રેલી કાઢવા માં આવી હતી ગાંધીવાડી રોડ ઉપર આવેલ ભાભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ટ્રેક્ટરમાં મૂકી લીલી ઝંડી આપી ઇડર શહેરની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જ્યારે ઇડર ટાવર પાસે ઇડર કસ્બા સમાજ અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણા અને આઈસ્ક્રીમની વહેંચણી કરી હતી અને મુસ્લિમ જમાતના અગ્રણીઓ કસ્બા સમાજ આસિફ બેલીમ, મનસુરી સમાજ પ્રમુખ તોફિક મનસુરી દ્વારા બાબાસાહેબને મોટો ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં ડીજે બેન્ડ સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી.સાંજે ઇડર શહેરની શોભાયાત્રા પૂર્ણ કરી નિજ જગ્યાએ પરત આવી હતી.






