હિમતનગર
હિંમતનગરમાં ભાજપની ભવ્ય બાઈક રેલી, ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાને કારણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. એન્જી સર્કલથી શરૂ થયેલી રેલી ટાઉન હોલ, ટાવર ચોક, સિવિલ સર્કલ, મોતીપુરા માર્ગે મહાવીરનગર વિસ્તારમાં ફરીને કેનાલ ફ્રન્ટ ખાતે સમાપ્ત થઈ હતી.

રેલીમાં નગરપાલિકાના તમામ ઉમેદવારો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ અને જીતનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

આ પ્રસંગે વી.ડી. ઝાલા, કનુભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીતનો વિશ્વાસ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો.





