“જે સંસ્કૃતિ ગૌમાતાને માતા માને છે, ત્યાં ગૌરક્ષા માટે કડક કાયદા ક્યારે બનશે ?”
ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી ગૌમાતા માટે ઉઠી સન્માન, સેવા અને સુરક્ષાની માંગ

“જે સંસ્કૃતિ ગૌમાતાને માતા માને છે, ત્યાં ગૌરક્ષા માટે કડક કાયદા ક્યારે બનશે ?”
સાબરકાંઠાના હિંમતનગરમાં ગૌ સન્માન આહવાન ભારત અભિયાન અંતર્ગત ગૌભક્તોની વિશાળ રેલી
ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી ગૌમાતા માટે ઉઠી સન્માન, સેવા અને સુરક્ષાની માંગ
મહિલાઓ-યુવાનો સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાતા શહેરમાં ગુંજ્યા સનાતન સંસ્કૃતિના સૂત્રોચ્ચાર
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં “ગૌ સન્માન આહવાન ભારત અભિયાન” અંતર્ગત ગૌભક્તો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. ટાઉન હોલથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને ગૌસેવકો જોડાયા હતા. રેલી દરમિયાન “ગૌમાતા અમારી આસ્થા”, “ગૌસેવા એ સંસ્કૃતિની સેવા” જેવા સૂત્રોચ્ચારો સાથે સમગ્ર વિસ્તારમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ગૌભક્તોએ મામલતદારને પ્રાર્થનાપત્ર પાઠવી ગાયમાતાના સન્માન, સેવા અને સુરક્ષા માટે કડક કાયદા તથા અસરકારક અમલ કરવાની માંગણી કરી હતી. ગૌમાતાને સનાતન ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાયને કરુણા, કૃષિ અને સંસ્કારોનું પ્રતિક માનવામાં આવે છે. છતાં આજના સમયમાં ગૌરક્ષા અને ગૌસેવાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોવાનું ગૌભક્તોએ જણાવ્યું હતું.
આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ગૌમાતાના હિતમાં હકારાત્મક નિર્ણય નહીં લે તો આગામી સમયમાં રાજ્ય સહિત દેશભરમાં જિલ્લા કક્ષાએ પ્રાર્થનાપત્ર અને જાગૃતિ અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે.





