પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કેમિકલયુક્ત નશીલી તાડીનું ધૂમ વેચાણ
દાંતા રોડ પર આવેલ જેઠીબા સદનની સામે ના ભાગે આવેલ આટાચક્કી ના પાછળના ભાગે પરપ્રાંતીય એવા અજય,અશોક,મહેશ અને એક મહિલા ખુલ્લેઆમ વેચાણ કરી લોકોના જીબ જોખમમાં મૂકી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં કેમિકલયુક્ત નશીલી તાડીના ધૂમવેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે.આમેય રાજેસ્થાન બોર્ડર નજીક હોઈ નશાખોરો ને મોકળું મેદાન મળી ગયું છે.તો છેલ્લા કેટલાક સમયથી કેમિકલયુક્ત નશીલી તાડીના દાંતારોડ પર આવેલ જેઠીબા સદનની સામે ના ભાગે આવેલ આટાચક્કી ના પાછળના ભાગે આ કેમિકલયુક્ત નશીલી તાડી નું વેચાણ થઈ રહ્યું છે.આ કેમિકલયુક્ત નશીલી તાડી પરપ્રાંતીય એવા અજય,અશોક,મહેશ અને એક મહિલા ખુલ્લેઆમ વેચાણ કરી લોકોના જીબ જોખમમાં મૂકી રહ્યા છે.આ બધું થઈરહ્યું છે. ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર નું ચુપ રહેવું એ મોટો પ્રશ્ન ઉભો કરે છે.આ કેમિકલયુક્ત નશીલી તાડી એ છેલ્લા બે મહિના માં ચાર-થી પાંચ લોકો જીવ લીધાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.ઓછામાં પૂરું નાના બાળકો પણ આ જીવલેણ કેમિકલયુક્ત નશીલી તાડી પીતાં હોવાનું જાણકારી મળી છે.
અંબાજીમાં કેમિકલયુક્ત નશીલી તાડી ના વેચાણ અને તેના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય પર થતી અસરો ખરેખર ચિંતાજનક છે. કેમિકલયુક્ત નશીલી તાડીમાં Alprazolam, Chloral Hydrate, અને Saccharine જેવા ખતરનાક કેમિકલ્સ અને ઊંઘની દવાઓ ભેળવવામાં આવે છે, જે માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે. બાળકો પર ગંભીર અસરો: નાના બાળકોને ઊંઘાડી દેવા માટે અથવા પરંપરાના નામે આ તાડી પીવડાવવામાં આવે છે, જેના કારણે બાળકોમાં ખેંચ (seizures), તાવ અને અનિદ્રા જેવા લક્ષણો જોવા મળે છે. લાંબા ગાળે આનાથી બાળકના મગજને કાયમી નુકસાન (brain damage) થઈ શકે છે. કેમિકલયુક્ત નશીલી તાડી સપ્લાય કરનારાઓ અને વેચનારાઓ સામે IPC કલમ 308 (સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ) હેઠળ ગુના નોંધવામાં આવે છે.પરંતુ કયારે આવા ગુના નોધાઇ કડક શીક્ષા મળશે અને આ કેમિકલયુક્ત નશીલી તાડી બંધ કરવામાં આવશે તેની રાહ જોઈ બેઠા છે. અંબાજીના આસપાસ આ અંગે અવાજ ઉઠાવવા માટે કોઈ સ્થાનિક સામાજિક સંગઠનો કે યુવા મંડળો સક્રિય થાય અને આ બદી માંથી અંબાજી ની ત્રસ્ત લોકો મુક્ત કરાય તેમ આમ જનતા ઈચ્છી રહી છે.
સ્થાનિક વહીવટીતંત્ર ને આ કેમિકલયુક્ત નશીલી તાડી વાળાઓ દ્વારા મોટો હપ્તો ચૂકવાતો હોવાથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી




