સાબરકાંઠા

સાબરકાંઠામાં નીટની પરીક્ષા આપનાર ૧૯૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે હિંમતનગરના ચાર કેન્દ્રો પર ગત તા.૩ મેના રોજ પરીક્ષા લેવાઈ હતી હિંમતનગર

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ તથા મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવી અનિવાર્ય હોય છે ત્યારે સમગ્ર દેશમાં આ પરીક્ષા ગત તા.૩ મેના રોજ યોજાઈ હતી પરંતુ પેપર લીક થવાને કારણે મંગળવારે નીટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નીટની પરીક્ષા આપી ચુકેલા ૧૯૬૩ વિદ્યાર્થીઓને હવે પછી ફરીથી પરીક્ષા આપવી પડશે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.૩ મેના રોજ સાબરકાંઠાના હિંમતનગર સ્થિત પાંચ પરીક્ષા કેન્દ્રો પર વહીવટી તંત્રની પુરતી તૈયારી સાથે નીટની પરીક્ષા લેવામાં આવી હતી. જિલ્લામાં અગાઉ લગભગ ર૦૦પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી હતી ત્યારબાદ તા.૩ મેના રોજ યોજાયેલી નીટની આ પરીક્ષાનું આદર્શ હાઈસ્કુલ પાણપુર કેન્દ્રમાં ૪૬૬, પોલીટેકનીકમાં ૩૪૩, હિંમત હાઈસ્કુલમાં પ૮૬, જૈનાચાર્ય હાઈસ્કુલમાં ર૧ર અને મહેતાપુરામાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં ૩પ૬ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. જોકે પાંચેય કેન્દ્રો પર લેવાયેલી નીટની પરીક્ષામાં ૪ર વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા.
હવે જયારે નીટની પરીક્ષા ફરીથી લેવા માટે નિર્ણય કરાયો છે ત્યારે વિદ્યાર્થીઓને ફરીથી પાસ થવા માટે વધુ મહેનત કરવી પડશે. જેના લીધે મોટાભાગના વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. દરમ્યાન પેપર લીક થવા મામલે અત્યાર સુધીમાં તપાસ એજન્સી દ્વારા ૧રથી વધુ લોકોની અટકાયત કરીને પુછપરછ શરૂ કરાઈ છે. જે આધારે નીટની પરીક્ષા લેનાર એજન્સી નવો કાર્યક્રમ જાહેર કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!