ટોપ સ્ટોરીઝ

હિંમતનગરમાં બે દિવસ માટે વીજ કંપનીએ વીજકાપ મુકયો, લોકો ગરમીમાં શેકાયા ૧૫થી વધુ ફીડરોમાંથી નિકળતી લાઈનો બંધ રહેશે

ચોમાસા પૂર્વે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વિવિધ સબ સ્ટેશનો અને વીજ ટ્રાન્સફર્મર ઉપરાંત ઝુલતા વીજ વાયરોને સરખા કરવાના આશયથી હિંમતનગર સર્કલ દ્વારા કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે ત્યારે શુક્રવારે હિંમતનગર અનેક વિસ્તારોમાં સવારે ૭ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહયો હતો. તેજ પ્રમાણે શનિવારે પણ હિંમતનગર-૧ સબસ્ટેશનમાંથી નિકળતી વીજ લાઈનો બંધ રહેશે.
આ અંગે વીજ કંપનીના અધિકારીના જણાવાયા મુજબ ચોમાસા પુર્વે હિંમતનગર અને આસપાસના પાંચ ગામોમાં વીજ લાઈનોનું સમારકામ કરવાનું હોવાથી શનિવારે ૧૫થી વધુ ફીડરોનો વીજ પુરવઠો ખોરવાશે, જેનાથી ૨૩થી વધુ વિસ્તારો અને આસપાસના પાંચ ગામોમાં સવારે ૭ વાગ્યાથી બપોરે ર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. દરમ્યાન શનિવારે હિંમતનગર-૧ સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા, રાજતીર્થ, મહાકાલી, અતિથિ, મેડિકલ અને હાપા સહિતના ફીડરોનો પાવર સપ્લાય બંધ રહેશે.
વીજકાપને કારણે હિંમતનગર શહેરના સહકારી જીન રોડ, ખેડતસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર સ્ટેટ હાઈવે, જુનાબજાર, નવાબજાર, હિંમતનગર જીઆઈડીસી, ગાયત્રી મંદિર રોડ, દોલત વિલાસ પેલેસ રોડ, હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ મદીના મસ્જિદ રોડ, વહોરવાડ, મદ્રેસા સ્કૂલ વિસ્તાર, મેમણ કોલોની, જુની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટિકલ કોલેજ રોડ, મહાકાલી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત અને હડિયોલ રોડના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત, હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ વીજ પુરવઠો ખોરવાશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!