હિમતનગર

નવાનગર કંપાના ગૌચરમાં આગ બુઝવવા માટે ગ્રામજનોએ માનવ સાંકળ બનાવી

હિંમતનગર તાલુકાના નવાનગર કંપા ગામ નજીક તળાવ પાસે આવેલા ગૌચરમાં રવિવારે રાત્રે આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટ જોવા મળ્યા હતા આગ લાગવાને કારણે સૂકા ઘાસ તેમજ વનસ્પતિને નુકસાન થયું હતું. તો બીજી તરફ ગૌચરમાં લાગેલી આગ અંગે નવાનગર કંપા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ખબર પડતાં તરત જ દોડી આવીને આગ બુઝાવવા માટે માનવ સાંકળ રચીને એકબીજાને હાથો હાથ પાણી ભરેલા પાત્રો આપી સળગતી આગ પર છંટકાવ કરવામાં આવ્યો હતો. જેથી ગ્રામજનોએ રચેલી માનવ સાંકળથી ખાસ કોઈ જાનહાની થઈ ન હતી અને આગ બુઝાવવામાં સફળતા મળી છે. જોકે સોમવારે સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!