હિમતનગર
પાણપુર પાટીયાની હોસ્પિટલ આગળથી બાઈક ચોરાયું

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાણપુર પાટીયા વિસ્તારની એક હોસ્પિટલ આગળથી પાર્ક કરાયેલ બાઈકની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અંદાજે છ મહિના અગાઉ અજાણ્યા શખ્સે રૂ. 10 હજારની કિંમતનું બાઈક નં. GJ-09-CK-6966 ચોરી કરી લઈ ગયો હતો.
બાઈકના માલિક હન્નાનભાઈ અકબરભાઈ ડોડીયાએ લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ મંગળવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




