હિમતનગર
હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ગુરુવારે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરબડા, બોરિયા, મોતીપુરા, બળવંતપુરા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
દિવસ દરમિયાન બીજી વખત વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. ભારે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી દીધી હતી.
વરસાદથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આ વરસાદથી ખેતીના કામોમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




