ખેડબ્રહ્મા

પોશીનાની ટેબડા તાલુકા પંચાયત પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ

પાંચ મતદાન મથકો પર મતદારોએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની ૧૯-ટેબડા બેઠકની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. બેઠક હેઠળ આવેલા પાંચ મતદાન મથકો પર મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી શાખા પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર બેઠકમાં સમાવિષ્ટ ખરણીયા, પોલાપણ, દેડકા, ટેબડા-1 અને ટેબડા-2 મતદાન મથકો પર સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું હતું. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

મતદાનના દિવસે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી ગોઠવી દેવામાં આવી હતી. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સતત દેખરેખ રાખી રહ્યા હતા.

મતદાનની ટકાવારી મુજબ સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન 347, સવારે 9 થી 11 દરમિયાન 828, 11 થી બપોરે 1 દરમિયાન 668 તથા બપોર બાદ 3 વાગ્યા સુધીમાં 635 મતદારોએ મતદાન કર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,492 મતદારોમાંથી 2,744 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સાંજે 5 વાગ્યા બાદ બાકી રહેલા મતદારો પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર અને વિવિધ ઉમેદવારો દ્વારા મતદારોને મતદાન મથકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાંજે 6:00 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મતગણતરી તરફ સૌની નજર મંડાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!