હિમતનગર

ડોક્ટર બહેન સાથે ઠગાઈ કરનાર બે પરપ્રાંતીય ઈસમો ઝડપાયા

હિંમતનગર બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડ દ્વારા ઝડપી કાર્યવાહી, રૂ. ૧૩,૦૦૦ પરત મેળવ્યા

સુરેન્દ્રનગર શહેરમાં એક તબીબ મહિલા સાથે વિશ્વાસમાં લઈને રૂપિયા પડાવી લેવાની ઠગાઈની ઘટનામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે બે પરપ્રાંતીય શખસોને ઝડપી પાડ્યા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન અને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા સર્વેલન્સ સ્કોડના ઈન્ચાર્જ એ.પી. માળી અને તેમની ટીમ સતત બાતમી મેળવવાની કામગીરીમાં લાગેલી હતી.

તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ રાઉન્ડ પર હતી. હોટલ ચેકિંગ દરમિયાન બે પરપ્રાંતીય ઈસમો શંકાસ્પદ જણાતાં તેમની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં બહાર આવ્યું કે આ બંને શખસોએ સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલા રોકુલ કોમ્પ્લેક્સમાં આવેલી અનંતા હોસ્પિટલમાં એક તબીબ મહિલાનો હાથ જોવાના બહાને તેમની સાથે વાતોમાં પરોવ્યાં હતાં. વાતોમાં ભોળવીને પીડિતાનું ભાન હરી લઈ તેમના પર્સમાં રહેલી રૂ. ૫૦૦ની કુલ ૨૬ નોટો, એટલે કે કુલ રૂ. ૧૩,૦૦૦ પડાવી લીધા હતા.

આરોપીઓની ઓળખ

પોલીસે ઝડપેલા બંને આરોપીઓ રાજસ્થાનના રાજપૂત સમાજના અને હાલમાં દિલ્હીમાં વસવાટ કરતાં હોવાનું જણાયું છે:

  1. નિર્મલસિંગ મુખત્યારસિંગ સિંગ (રાજપૂત) – રહે. ડબ્લ્યુ-ઝેડ-૧૯૮બી, ગુરુનાનકનગર, ગલી નં. ૬, વેસ્ટ દિલ્હી
  2. ગુરમેલસિંગ સેવાસિંગ (રાજપૂત), ઉંમર ૫૧ – રહે. ડબ્લ્યુ-ઝેડ-૮૧, ગ્રાઉન્ડ ફ્લોર, ગલી નં. ૮, જૂના સાહિબપુરા, તિલકનગર, વેસ્ટ દિલ્હી

આરોપીઓની ઝડતી લેતાં તેમની પાસેથી ઠગાઈ કરેલા રૂ. ૧૩,૦૦૦ મળી આવ્યા હતા. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

કામગીરીમાં સામેલ પોલીસ સ્ટાફ

  • એ.પી. માળી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર
  • રાકેશકુમાર વિનુભાઈ, અ.હે.કોન્સ.
  • હિતેષકુમાર રમણભાઈ, અ.પો.કોન્સ.
  • ધરમવીરસિંહ દિલીપસિંહ, અ.પો.કોન્સ.
  • આશિષકુમાર કાન્તીલાલ, આ.પો.કોન્સ.
  • અભિષેકકુમાર મહીજીભાઈ, આ.લો.ર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!