હિમતનગર

હિંમતનગરમાં રેડ ક્રોસના નવીન ભવનનું ભૂમિપૂજન : દાતાઓ દ્વારા લાખો રૂપિયાના દાનની જાહેરાત

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાબરકાંઠાની હિંમતનગર શાખા દ્વારા ગુરુવારે લક્ષ્મીપુરા કંપા (એરોડ્રામ) નજીક નવીન રેડ ક્રોસ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દાતા અભય શાહ, દક્ષેશ શાહ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુ, આઈએમએ પ્રમુખ કલેશ પ્રજાપતિ, સી.સી. શેઠ, મહેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરાયું હતું.

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વર્ષોથી સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન, બ્લડ બેંક, પેથોલોજી લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ સેવા, એક્સ-રે, મેડિકલ સ્ટોર, રસીકરણ, એમ્બ્યુલન્સ સેવા અને મોબાઈલ મેડિકલ યુનિટ સહિતની વિવિધ માનવતાવાદી તથા આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે. નવીન ભવનનું નિર્માણ પૂર્ણ થયા બાદ આ સેવાઓને વધુ વિસ્તારી શકાશે.

આ પ્રસંગે રાકેશ મથુરભાઈ શાહ દ્વારા રૂ.55 લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત કાંતિભાઈ શાહ દ્વારા રૂ.11 લાખ, નાનુભાઈ પટેલ દ્વારા રૂ.2.51 લાખ, મુલતાજભાઈ ખણુંસિયા દ્વારા રૂ.2.51 લાખ, નિજામ ભૂરાવાલા દ્વારા બ્લડ સેમ્પલ કલેક્શન સર્વિસ માટે બે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી અર્થે રૂ.2.40 લાખ, રંજનબેન જશવંતલાલ શાહ દ્વારા રૂ.2 લાખ, મંદબુદ્ધિની સંસ્થા દ્વારા રૂ.1.50 લાખ, વિઠ્ઠલભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા રૂ.51 હજાર, જયમાલ ફટ્ટા દ્વારા રૂ.51 હજાર તથા હરિયાણા દાળબાટી દ્વારા રૂ.21 હજારનું દાન જાહેર કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડૉ. ચીમનભાઈ પટેલ, રેડ ક્રોસના ભુપેન્દ્ર શાહ, વી.એ. ગોપલાણી, જીતુ પટેલ, પીયૂષ દવે, સતિષ શાહ, હરેશ વ્યાસ, વિપુલ સાંખલા, સજર્નસિંહ જેતાવત, રમેશ શાહ સહિત હોદ્દેદારો, સભ્યો, દાતાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!