હિમતનગર

હિંમતનગર લૉ કોલેજ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ–2026ની ઉજવણી

તા. 21 ઓગસ્ટ, 2026ના રોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા CAN-DO અંતર્ગત “વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ–2026”ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કૉલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવના વિકસે તેમજ નવીન વિચારોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જૂથ ચર્ચામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં કૉલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!