વિજયનગર

વિજયનગર પોલીસે રૂ. ૧.૨૨ લાખના વિદેશી દારૂ સાથે બ્રેઝા કાર ઝડપી: રૂ. ૫.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત, અમદાવાદના બે ઈસમ પકડાયા

રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ૯૮૪ બોટલ દારૂ મળી આવ્યો; કાલવણ ચેક પોસ્ટ પાસે નાકાબંધી દરમિયાન વિજયનગર પોલીસની મોટી સફળતા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. રેન્જ ડીઆઈજીશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહીલ (IPS) અને ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુલદીપ નાયીની સુચનાથી ચલાવવામાં આવી રહેલી પ્રોહીબિશન ડ્રાઈવ અંતર્ગત કાલવણ ચેક પોસ્ટ પાસેથી વિજયનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક મારૂતી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગત:

વિજયનગર પોલીસ સ્ટાફ કાલવણ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન અ.પો.કો. મહાવીરસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક મારૂતી બ્રેઝા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવી રહ્યો છે. બાતમીના આધારે કાલવણ ચેક પોસ્ટ ખાતે તુરંત નાકાબંધી કરવામાં આવી હતી.નાકાબંધી દરમિયાન રાજસ્થાન તરફથી આવતી મારૂતી બ્રેઝા કાર (રજી. નં. GJ-01-RU-1951) ને રોકીને ચેક કરતા, કારની પાછળની સીટના નીચેના ભાગે તેમજ ડેકીમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૯૮૪ (કુલ ૩૧ પેટીઓ) કિંમત રૂ. ૧,૨૨,૭૬૦/- નો જથ્થો મળી આવ્યો હતો.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૯૮૪ બોટલ/૩૧ પેટીઓ): રૂ. ૧,૨૨,૭૬૦/-

મારૂતી બ્રેઝા કાર (GJ-01-RU-1951): રૂ. ૪,૦૦,૦૦૦/-

મોબાઈલ ફોન (નંગ-૨): રૂ. ૩૦,૦૦૦/-

કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૫,૫૨,૭૬૦/-
પકડાયેલ આરોપીઓ:

૧. સચિન સ/ઓ ભીખાભાઈ સોમાજી ઠાકોર (ઉં.વ. ૨૩, રહે. મકાન નં. ૧૧૫, ખેગાજીનો ટેકરો, બકરામંડી, રાણીપ, અમદાવાદ)૨. સાવન સ/ઓ વિકાસભાઈ નટવરજી ઠાકોર (ઉં.વ. ૨૨, રહે. ખેગાજીનો ટેકરો, પાણીની ટાંકી પાસે, રાણીપ, અમદાવાદ)

વોન્ટેડ આરોપી:

૩. લલીત ચૌધરી (સેલ્સમેન, રાજસ્થાન ડૈયા ઠેકા ઉપર)

કામગીરી કરનાર પોલીસ ટીમ:

બી.ડી.રાઠોડ (ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર)અ.હેડ.કોન્સ. સુરેશકુમાર કડવાજી (બ.નં. ૩૭૬)અ.પો.કો. મહેશકુમાર વકસીભાઈ (બ.નં. ૫૯૪)અ.પો.કોન્સ. નૃપેશકુમાર અરવિંદભાઈ (બ.નં. ૯૮૪) અ.પો.કોન્સ. મહાવીરસિંહ પ્રભાતસિંહ (બ.નં. ૭૪૫)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!