હિમતનગર

હિંમતનગર ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ દિલીપ બોદર ૧,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા: ACBની કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદીનું રેતી ભરેલું ટ્રેક્ટર ડિટેઇન ન કરવા અને સરળતાથી ચાલવા દેવાના બદલામાં હપ્તા પેટે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદરે રૂા. ૧,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACB ની ટીમે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોદર ફરિયાદી પાસેથી રૂા. ૧,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા. ACB એ આરોપી હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!