હિંમતનગર શહેરમાં આવેલા મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ અન્ય આવેલી પેટા પોસ્ટ ઓફિસમાં વિવિધ કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ વ્યાપક આક્રોશ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે જેમાં મોટાભાગનો સ્ટાફ પરપ્રાંતીય હોવાને કારણે વિવિધ અરજદારો RPAD તેમજ ખાતા ગ્રાહકો પોતાના બચત ખાતામાં તેમજ અન્ય યોજના અંતર્ગત કામગીરી અર્થે આવતા વિવિધ અરજદારોને વ્યાપક તકલીફો પડી રહેલ છે. જેનું મોટું કારણ ગુજરાત રાજ્યમાં વિવિધ પોસ્ટ ઓફિસમાં પરપ્રાંતિય ઉમેદવારોની નિમણૂક થવાને કારણે ગુજરાતી ભાષા ન સમજવાને કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થવા પામેલ છે.
ભારત રાષ્ટ્ર એક જ છે પણ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓનો ઉપયોગ થઈ રહેલ છે પણ ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાનો વધારે મહત્વ રહેલ છે માટે તમામ અરજદારો પોતે ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગ કરતા હોય પોસ્ટ ઓફિસમાં નિમણૂક કરાતા કર્મચારીઓ તેમજ અધિકારીઓને ગુજરાતી ભાષાનો જ્ઞાન હોવું પણ જરૂરી છે.
માટે ગુજરાત રાજ્યમાં વિવિધ પોસ્ટ ઓફિસમાં નિમણુક કરવામાં આવતા કર્મચારીઓ ગુજરાતી ભાષા નો જ્ઞાન ધરાવતા હોવાને લઈ કોઈપણ ગ્રાહકને તકલીફ ન પડે વિવિધ પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવતા ગ્રાહકોને પત્ર વ્યવહાર તેમજ અન્ય કામગીરીમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે બાબતે નિર્ણય કરવો જરૂરી બનેલ છે. જેને લઇ યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે.




