હિમતનગર

ત્રણ વર્ષથી અધૂરો મોડેલ રોડ, વેપારીઓનો આક્રોશ કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી હિમતનગર નગરપાલિકા સામે નોંધાવ્યો વિરોધ

હિંમતનગરના ગાંધી રોડ અને નવા બજાર વિસ્તારના વેપારીઓએ પાલિકાના અધૂરા વિકાસ કામો સામે આજે સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ મોં પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી પાલિકા કચેરી સુધી પહોંચી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી.

વેપારીઓના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૩ના અંતમાં શરૂ થયેલું મોડેલ રોડનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું છે. રોડનું આશરે ૯૦ ટકા કામ પૂર્ણ થયું હોવા છતાં રસ્તાની વચ્ચે રહેલા જોખમી વીજ થાંભલા સહિતની સમસ્યાઓ યથાવત છે.

રોડની ઊંચાઈ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉપરાંત ગટર તથા ભૂગર્ભ ટાંકીમાંથી ફેલાતી ગંદકીથી વેપારીઓ અને ગ્રાહકો પરેશાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા અને અયોગ્ય ફાળવણી સામે પણ વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

એક કરોડથી વધુના ખર્ચે બનેલો સીસી રોડ અધૂરો રહેતા વેપારીઓને ધંધામાં નુકસાન અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટરને અનેકવાર જાણ કરવા છતાં કામ પૂર્ણ ન થતાં કોન્ટ્રાક્ટરને કાળી યાદીમાં મૂકવાની કાર્યવાહી કરવાની વાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.

વેપારીઓની માંગ છે કે વર્ષોથી અધૂરા પડેલા તમામ વિકાસ કામો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને રસ્તા, ગટર, પાણી તથા પાર્કિંગ સહિતની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!