ટોપ સ્ટોરીઝ

કરાટે કોચ જુજારસિંહ વાઘેલાએ એશિયન રેફરી પરીક્ષા પાસ કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું

જોર્ડનના અમ્માન ખાતે એશિયન કરાટે ફેડરેશન (AKF) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘એશિયન રેફરી/જજ પરીક્ષા–૨૦૨૬’માં સાબરકાંઠાના જાણીતા કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તેમણે લેખિત અને પ્રેક્ટિકલ બંને વિભાગોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ‘કુમિતે જજ A’ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.

વરિષ્ઠ પદાધિકારીઓનો માન્યો આભાર પોતાની આ સિદ્ધિ બદલ જુજારસિંહ વાઘેલાએ માર્ગદર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફરમાં તેમને:

  • કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન (KIO): પ્રમુખ હાનશી ભરત શર્મા, જનરલ સેક્રેટરી ક્યોશી સંજીવ જાંગરા અને RC સભ્ય શિહાન શાહીન અખ્તરનું સતત પ્રોત્સાહન મળ્યું.

  • કરાટે-ડો ફેડરેશન ગુજરાત: પ્રમુખ અને KIOના ઉપપ્રમુખ હાનશી કલ્પેશ ખત્રીનું સમગ્ર પરીક્ષા દરમિયાન મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું.

સાબરકાંઠા જિલ્લામાં હર્ષની લાગણી આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ સાબરકાંઠા જિલ્લા કરાટે એસોસિએશન દ્વારા જુજારસિંહ વાઘેલાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે તેમની આ સફળતા સમગ્ર જિલ્લા તેમજ ભારતીય કરાટે જગત માટે પ્રેરણારૂપ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!