હિમતનગર

હિંમતનગરમાં ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભવ્ય ધર્મ ધ્વજા રોપણ વિધિ સંપન્ન

ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત આજે, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ને સોમવારના રોજ હિંમતનગર સ્થિત અયોધ્યાપુરી સોસાયટી સામે, ગાયત્રી મંદિર પાસે આવેલા ગણપતિ ચોક ખાતે ધર્મ ધ્વજા રોપણનો ધાર્મિક કાર્યક્રમ અત્યંત ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન સાધુ-સંતો અને ધ્વજારોપણના મુખ્ય યજમાનો શ્રી મિતુલ વ્યાસ, શ્રી ભૃગુવેન્દ્ર સિંહ કુંપાવત અને શ્રી રાજુભાઈ માલવીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત પૂજન-અર્ચન કરીને કેસરી ધર્મ ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને યુવાનોએ “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ સાથે સમગ્ર પરિસર ગુંજવી મૂક્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઉણપ જોવા મળી ન હતી.

યજમાનોનું સન્માન: વિધિ બાદ સાધુ મહાત્માશ્રી દ્વારા ધ્વજારોહણના યજમાનો શ્રી મિતુલ વ્યાસ, શ્રી ભૃગુવેન્દ્ર સિંહ કુંપાવત અને શ્રી રાજુભાઈ માલવીયા સહિત અન્ય તમામ યજમાનો અને અગ્રણીઓનું તિલક કરી, રૂદ્રાક્ષની માળા તેમજ ખેસ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ગણેશ મહોત્સવના આયોજન: ગાયત્રી યુવા ગ્રુપ દ્વારા જણાવ્યા મુજબ, ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સવારે ૧૦:૦૦ કલાકે ધર્મ ધ્વજા રોપણ બાદ બપોરે ૧૨:૩૯ કલાકે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ધાર્મિક મહોત્સવમાં ગાયત્રી યુવા ગ્રુપના સભ્યો, યજમાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહાશેશ્રીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!