હિમતનગર

ચોટીલા મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૭,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર અને સેવા કાર્યક્રમ યોજાયો

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ચોટીલા મહાદેવના પવિત્ર સાનિધ્યમાં એક ભાવસભર અને પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા, સંકલ્પ અને સુસ્થિર ભવિષ્ય માટે હરિયાળો અભિયાન” અંતર્ગત “પ્રકૃતિ માટે એક વૃક્ષ, સમાજ માટે એક સંવેદના”ના અનોખા સંકલ્પ સાથે ૭,૦૦૦ થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પર્યાવરણીય જાગૃતિ વધારવા સાથે સામાજિક સંવેદનાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. દેશમાં ગ્રીન કવર વધારવા અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સમર્થન આપવાના હેતુથી વિશેષ બાળકો, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકો તથા દિવ્યાંગ બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા કેક કાપીને વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને ઉપસ્થિત તમામ બાળકો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રીના હરિયાળા ભારત અને ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના દિશામાં આ એક નાનાકડો પ્રયાસ છે. ચોટીલા મહાદેવના ધામમાં બિલીપત્રના વૃક્ષથી વૃક્ષારોપણની શરૂઆત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે.”

આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી ન રહેતા સમાજના દિવ્યાંગ બાળકો અને પર્યાવરણને જોડતો એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સેવા યજ્ઞ બની રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!