ટોચના સમાચાર

પોશીનાના સરદાર ચોક ખાતે ગણપતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય રાસ-ગરબા યોજાયા: શૈક્ષણિક લાણીના વિતરણથી બાળકોમાં ભારે ઉત્સાહ

જિલ્લાના અંતરિયાળ એવા પોશીના તાલુકા મથકે ગણેશોત્સવની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ મહોત્સવની છેલ્લી રાત્રિ નિમિત્તે પોશીનાના સરદાર ચોક ખાતે મંડળના આયોજકો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉમટી પડ્યા હતા.

આમ તો પોશીનામાં કુલ ત્રણ સ્થળોએ વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ સરદાર ચોક ખાતે યોજાતા ગણપતિ મહોત્સવનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. અહીં આયોજકો દ્વારા નાના બાળકોને શૈક્ષણિક સાધનોની લાણીનું વિતરણ કરવામાં આવે છે. શૈક્ષણિક પ્રોત્સાહન અને ઈનામ-લાણીના વિતરણને કારણે સરદાર ચોક ખાતે નાના બાળકોની ભારે ભીડ અને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

અંતિમ રાત્રિના ગરબાના કાર્યક્રમમાં ખેલૈયાઓ અને આસપાસના લોકોએ ગણેશ ભક્તિ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર સરદાર ચોક વિસ્તાર ભક્તિમય અને ઉત્સવમય બની ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!