ઇડર

ઈડર નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈનું ઈન્સ્પેક્શન: ખુલ્લામાં કચરો ફેંકનારા ૪૪ વેપારીઓ પાસેથી ₹૫,૦૦૦નો દંડ વસૂલાયો

ઈડર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવી રાખવાના ભાગરૂપે ગઈકાલે તા. ૨૫/૦૯/૨૦૨૬ ની રાત્રિના સમયે સફાઈ કામગીરીનું કડક નીરિક્ષણ (ઈન્સ્પેક્શન) કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, સેનિટરી ઇન્સ્પેક્ટરશ્રી, સીટી મેનેજર (SWM&IT) તેમજ સુપરવાઈઝરોની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન ટીમે લારી-ગલ્લાં અને દુકાનધારકોને કચરો ખુલ્લામાં ન ફેંકવા અને માત્ર ‘ડોર ટુ ડોર’ કચરાના વાહનમાં જ નાખવા માટે ખાસ સમજૂત કરી હતી. આ ઉપરાંત, જે વેપારીઓ દ્વારા ખુલ્લામાં કચરો ફેંકવામાં આવ્યો હતો તેમની સામે સ્થળ પર જ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. દંડ ફટકારવાની સાથે-સાથે તેમની પાસે જ સ્થળ પર સફાઈ પણ કરાવવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનાર કુલ ૪૪ લારી-ગલ્લાં ધારકો અને દુકાનદારો પાસેથી આશરે ₹૫,૦૦૦ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં, નગરપાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરા સંગ્રહના વાહનો મારફતે શહેરનો તમામ વિસ્તાર આવરી લેવાય તે રીતે કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. પાલિકાની આ કડક કાર્યવાહીથી ખુલ્લામાં કચરો ફેંકતા વેપારીઓમાં ફાળચોડ વ્યાપી ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!