અરવલ્લી

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું: સાબરકાંઠા LCBએ રૂ. ૧૪.૧૯ લાખના મુદ્દામાલ સાથે ૫ શખ્સોને દબોચ્યા

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી અમદાવાદ તરફ દારૂ લઇ જઇ રહેલી ત્રણ ગાડીઓને આંતરી રૂ. ૧૪.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે ૫ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે, જ્યારે પાયલોટીંગ અને દારૂના સપ્લાય સાથે સંકળાયેલા અન્ય ૫ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બાતમીના આધારે બામણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી

ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના મુજબ LCB પી.આઈ. ડી.સી. સાકરીયા અને પી.એસ.આઈ. આર.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અ.પો.કો. બિકેશસિંહ અને અ.હે.કો. રાજુભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે રાજસ્થાનથી સ્વીફ્ટ ગાડીઓ (GJ-04-EJ-5404 અને GJ-06-HD-5607) માં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે, જ્યારે આગળ એક ઈકો ગાડી (GJ-23-CB-3765) પાયલોટીંગ કરી રહી છે.

બાતમીના આધારે પોલીસે ભીલોડા-ગાંભોઇ રોડ પર આવેલા બામણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહનો આવતા પોલીસે રોકવાનો ઈશારો કરતા ચાલકોએ ગાડીઓ યુ-ટર્ન મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે પીછો કરીને ૫ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ૩ ઇસમો અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યા હતા.
રૂ. ૧૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલી ગાડીઓની તલાશી લેતા તેમાંથી:

  • વિદેશી દારૂ/બીયર: ૧૮૨૪ બોટલ/ટીન (કિંમત રૂ. ૫,૩૯,৬૪૩/-)વાહનો: ૨ સ્વીફ્ટ અને ૧ ઈકો ગાડી (કિંમત રૂ. ૮,૫૦,૦૦૦/-)મોબાઈલ: ૩ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-)અન્ય: ગાડીની ડેકીમાંથી મળેલ ૨ નકલી નંબર પ્લેટ (GJ-09-BP-6506)કુલ મળીને રૂ. ૧૪,૧૯,૬૪૩/- નો મુદ્દામાલ જપ્ત કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપીઓ:

૧. નરસીંહભાઇ અરવીંદભાઇ નીનામા (ઉ.વ.૨૦, રહે. દેમત, તા. નાયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન) ૨. જીજ્ઞેશભાઇ મહેન્દ્રભાઇ ડામોર (રહે. વસાયા, તા. શામળાજી, જી. અરવલ્લી) ૩. જીતેન્દ્રભાઇ દરજીભાઇ ડામોર (રહે. બાબરી મતાઇ ફલા, તા. નાયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન) ૪. જગદીશભાઇ દીનેશભાઇ ડામોર (રહે. બાબરી મતાઇ ફલા, તા. નાયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન) ૫. દીનેશ પન્નાલાલ ડામોર (ઉ.વ.૨૩, રહે. બાબરી મતાઇ ફલા, તા. નાયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન)

વોન્ટેડ આરોપીઓ:

૧. રોહીત કાંન્તીલાલ (રહે. ગુડા, રાજસ્થાન) ૨. કલ્પેશ (રહે. ખેરવાડા, રાજસ્થાન) ૩. દાદો સુરેશ કોટડ (રહે. રાજસ્થાન) ૪. બંસીલાલ કલાલ (દારૂ ભરી આપનાર) ૫. દીલીપ પરમાર (દારૂની ગાડી લેવા આવનાર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!