હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી
૨૫ ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની

શીતલ ઠાકર,ગાંધીનગર
– કુદરતી ગુફા જેવી વિશાળ રચના, હજારો કિલો પીઓપી અને બાંબુ-વાંસનો ઉપયોગ
– ભગવાન વિષ્ણુના દશાવતાર અને વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓનું પ્રદર્શન
– ચણાના લોટમાંથી તૈયાર કરાયા શિવના વિવિધ સ્વરૂપો
– રાત્રે મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર આકર્ષક લાઈટ શો
– ભક્તો માટે ફલાહારની વ્યવસ્થા, મોટી સંખ્યામાં ઉમટ્યા
શિવરાત્રીના તહેવારને લઈ અનેક શિવ મંદિરમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વૈજનાથ મહાદેવ ના મંદિર પ્રાંગણમાં ૨૫ ફુટ ઉંચી મહાકાલ અને અનોખી ગુફાનુ નિર્માણ કરાયુ છે. સાથે સાથે દશાવતાર અને દેવી દેવતાની પ્રતિમા પણ મુકવામાં આવી છે.હિંમતનગર ના રાયગઢ ગામે પ્રતાપ સાગર ની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવતુ હોય છે. ત્યારે આ મહાશિવરાત્રીએ ૨૫ ફુટ ઉંચી મહાકાલની પ્રતિમાનુ ગામના યુવાનો અને કારીઘરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે જે શિવરાત્રીની વહેલી સવાર થી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ અને અહિ ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે. તો ગુફા બનાવવા માટે ૨૩ હજાર કિલો પીઓપી, ૨૫ થી ૩૦ મીટર કન્તાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહુબ ગુફા નુ પણ નિર્માણ કરાયું છે અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થઈ રહ્યા છે. દર વર્ષની જે આ વખતે પણ એક અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે કુદરતી ગુફા જેવુ જ વાતાવરણ મંદિર ના પ્રાંગણમાં ઉભુ કર્યુ છે જેને લઈને ભક્તોને અનોખો લાભ મળી શક્યો છે.આમ તો વૈજનાથ મહાદેવ ના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહિ પરંતુ વર્ષના ૩૬૫ દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે પરંતુ આ વખતે અલગ જ પ્રકારના ૨૫ ફુટ ના મહાકાલ, દેવી દેવતા અને શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લ્હાવો મળ્યો છે જેથી ભક્તો ને એક જ જગ્યાએ અનેક દેવી દેવતાના દર્શન પણ થઈ રહ્યા છે.





