હિમતનગર

જિલ્લા તંત્રની ત્વરિત કામગીરી: હિંમતનગર-ઈડર માર્ગ પર પડેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ અને ભારે પવનના કારણે હિંમતનગર–ઈડર સ્ટેટ હાઈવે (SH-09) પર કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા. જન સલામતીને સર્વોપરી રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર હસ્તકના માર્ગ અને મકાન પેટા વિભાગ, હિંમતનગર દ્વારા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિભાગની ટીમ દ્વારા જેસીબી તથા જરૂરી મશીનરીની મદદથી રસ્તા પર પડેલા વૃક્ષોને ઝડપથી હટાવીને માર્ગને સંપૂર્ણપણે અવરોધમુક્ત કરવામાં આવ્યો હતો. તંત્રની આ સક્રિય અને ત્વરિત કામગીરીના પરિણામે માર્ગ પરનો વાહનવ્યવહાર ટૂંકા સમયમાં જ પુનઃ સુરક્ષિત અને સુચારુ બની શક્યો હતો, જેનાથી વાહનચાલકો તેમજ પ્રજાજનોને રાહત મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!