સા.કાં જિલ્લામાં સમસ્ત રામી-માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગણી કરવામાં આવી.

જીગ્નેશ સોની હિંમતનગર
રામી માળીસમાજના આગેવાનો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું
આવેદનપત્ર માં જણાવાયું હતું કે સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા હતા. તેમણે મહિલાઓને શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ બાળિકા શાળા શરૂ કરી હતી અને ત્યારબાદ કુલ૧૭ શાળાઓનું સંચાલન કર્યું હતું. તે સમયગાળામાં મહિલાઓના શિક્ષણ માટે તેમનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું હતું.તેમજ મહાત્મા જ્યોતિરાવ ફૂલે સમાજ સુધારક તરીકે શોષિત અને વંચિત વર્ગોના ઉદ્ધાર માટે કાર્યરત રહ્યા હતા. ફૂલે દંપતીએ મહિલાઓ અને પછાત વર્ગોના શિક્ષણ અને સમાન અધિકારો માટે જીવન સમર્પિત કર્યું હતું.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના રામી માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ફૂલે દંપતીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી માગણી કરવામા હતી.





