ઇડર

ઇડર પોલીસને મોટી સફળતા: છ મહિનાથી અનડીટેક્ટ બાઈક ચોરીનો ગુનો ઉકેલાયો, રાજસ્થાનનો આરોપી ઝડપાયો

ઇડર પોલીસને મોટી સફળતા: છ મહિનાથી અનડીટેક્ટ બાઈક ચોરીનો ગુનો ઉકેલાયો, રાજસ્થાનનો આરોપી ઝડપાયો

ઇડર, તા. 12 જૂન

ઇડર પોલીસને વાહન ચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મળી છે. છ મહિનાથી અનડીટેક્ટ રહેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી ચોરાયેલ મોટરસાયકલ કબજે કર્યું છે.

પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ હોન્ડા મોટરસાયકલ લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે ભીલોડા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને અટકાવ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મીરખાભાઈ અમરાભાઈ ડામોર (ઉ.વ. 24), રહે. ઢેઢમારીયા, તા. કોટડા છાવણી, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. મોટરસાયકલના કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેની પાસે રહેલી મોટરસાયકલ પાલનપુર વિસ્તારમાંથી ચોરાયેલી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ છ મહિના અગાઉ બડોલી ગામ નજીકથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

આરોપીની કબૂલાતના આધારે પોલીસે ચોરાયેલ મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પોલીસે આ કેસમાં મીરખાભાઈ અમરાભાઈ ડામોરની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર મુકેશ ડામોર, રહે. કુવાખેડી, તા. કોટડા, જિલ્લા ઉદયપુર (રાજસ્થાન) હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આર. ચૌહાણ, પીએસઆઈ ડી.એસ. રાઓલ તથા ઇડર પોલીસ સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!