ત્રણ વર્ષથી ફરાર બાઈક ચોરીનો આરોપી પોશીના પોલીસના હાથે ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોશીના પોલીસે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને ખેડબ્રહ્મા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન મુજબ પોશીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત વોચ અને તપાસ રાખવામાં આવી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી પોશીના તાલુકાના આંજણી ગામના રહેવાસી કાળુભાઈ દીતાભાઈ બિંડિયા (ઉ.વ. 18)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 379 અને 114 હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે લાંબા સમયથી ફરાર હતો.
પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ, પો.સબ.ઇન્સ્પેક્ટર વી.બી. મેઘનાથી, એ.પો.કો. મુકેશકુમાર દલજીભાઈ, લોકરક્ષક દશરથભાઈ રાજેન્દ્રભાઈ, લોકરક્ષક દીપકભાઈ પૂજાભાઈ, એ.પો.કો. ભરતભાઈ રામજીભાઈ અને એ.પો.કો. હિતેન્દ્રસિંહ વિનોદસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.




