સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગંભીરપુરા ગામનો કિશોર પાંચ દિવસથી લાપતા, પરિવારની ચિંતા વચ્ચે પોલીસમાં ફરિયાદ નોંધાઈ


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગંભીરપુરા ગામનો 15 વર્ષીય કિશોર છેલ્લા પાંચ દિવસથી લાપતા બનતા પરિવાર ચિંતામાં મુકાયો છે. પરિવારજનો દ્વારા તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મળતા ઇડર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગંભીરપુરા ગામના સંદીપભાઈ નટવરભાઈ વાઘરી (દેવીપૂજક) તા. 27 જૂન, 2026ના રોજ સવારે અંદાજે 11 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ, મિત્રો તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હોવા છતાં કિશોરનો કોઈ પત્તો લાગ્યો નથી.
પરિવારજનોએ સોશિયલ મીડિયા મારફતે પણ કિશોરનો ફોટો શેર કરી લોકોને અપીલ કરી છે કે જો કોઈને સંદીપભાઈ વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક ઇડર પોલીસ સ્ટેશન અથવા પરિવારના મોબાઇલ નંબરો 6353901246, 6354174572 અને 9313935839 પર સંપર્ક કરે.
પોલીસે ગુમ થયાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને કિશોરને શોધવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ પણ લોકોને વધુમાં વધુ માહિતી શેર કરી કિશોરને શોધવામાં સહયોગ આપવા અપીલ કરી છે.




