સાબરકાંઠા

સાબરકાંઠાને મળ્યા ૧૧ નવા ‘૧૧૨ જનરક્ષક’ વાહનો: ઇમરજન્સી કોલ પર ૧૦ મિનિટમાં પહોંચશે મદદ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઇમરજન્સી સેવાઓને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં પ૦૦ જેટલા ‘૧૧૨ જનરક્ષક’ વાહનોનું લોકાર્પણ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લાને ૧૧ નવા જનરક્ષક વાહનો ફાળવવામાં આવ્યા છે. આજે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે લીલી ઝંડી દર્શાવી આ વાહનોને પ્રજાની સેવામાં કાર્યરત કર્યા હતા.

આ નવતર અભિગમ હેઠળ હવે કોઈ પણ ઇમરજન્સી સમયે ૧૧૨ નંબર પર કોલ કરવાથી માત્ર ૧૦ મિનિટની અંદર જનરક્ષક વાહન ઘટનાસ્થળે પહોંચી જશે.

‘૧૧૨ જનરક્ષક’ સેવાની મુખ્ય લાક્ષણિકતાઓ:

  • એક જ નંબર પર તમામ મદદ: ૧૧૨ નંબર માત્ર પોલીસ સહાય પૂરતો સીમિત નથી. ઇમરજન્સીમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સેવાઓ માટે પણ આ એક જ નંબર ઉપયોગી સાબિત થશે.

  • ગાંધીનગરથી મોનિટરિંગ: કોલ મળ્યા બાદ વાહનની સ્થિતિ (લોકેશન) અને રિસ્પોન્સ ટાઈમનું સીધું મોનિટરિંગ રાજ્ય કક્ષાએ ગાંધીનગરથી કરવામાં આવશે, જેથી સમયસર મદદ પહોંચાડી શકાય.

  • ઝડપી પ્રતિસાદ: જિલ્લામાં ૧૧ નવા વાહનો ઉમેરાવાથી ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને ઝડપી બનશે.

જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક કે કટોકટીની પરિસ્થિતિમાં ૧૧૨ નંબરનો વધુમાં વધુ ઉપયોગ કરી સરકારી સેવાનો લાભ લેવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!