ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ રૂ. ૫.૭૨ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના મૂળ માલિકને પરત સોંપ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઘરફોડ ચોરીના ગુનામાં રિકવર કરવામાં આવેલ રૂ. ૫,૭૨,૩૭૦/- ની કિંમતનો સોના તથા ચાંદીનો મુદ્દામાલ તેના મૂળ માલિકને વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. વી. હડાત તથા સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મૂળ માલિકને સોંપાયો કિંમતી મુદ્દામાલ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં રિકવર કરાયેલ સોના-ચાંદીના દાગીના મૂળ માલિક હર્ષદકુમાર જેસાભાઈ મકવાણા (હાલ રહે. દેવીનગર સોસાયટી, ખેડબ્રહ્મા / મૂળ રહે. જસવંતપુરા, તા. દાંતા, જી. બનાસકાંઠા) ને નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટરના હસ્તે પરત સોંપવામાં આવ્યા હતા.

રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની વિગત:

૧. ચાંદીના લંગર છડા (૧ જોડ / ૨ નંગ): વજન ૫૬૨ ગ્રામ (કિંમત રૂ. ૭૦,૭૭૦/-) ૨. ચાંદીના પટ્ટીવાળા છડા (૧ જોડ / ૨ નંગ): વજન ૨૫૫ ગ્રામ (કિંમત રૂ. ૩૨,૧૩૦/-) ૩. ચાંદીના ચેન છડા (૧ જોડ / ૨ નંગ): વજન ૧૮૩ ગ્રામ (કિંમત રૂ. ૨૮,૩૫૦/-) ૪. ચાંદીનો જુડો (૩ આંકડાવાળો, ૧ નંગ): વજન ૨૨૫ ગ્રામ (કિંમત રૂ. ૨૮,૩૫૦/-) ૫. ચાંદીનું ચેન મંગળસૂત્ર (૧ નંગ): વજન ૯૩ ગ્રામ (કિંમત રૂ. ૧૧,૭૬૦/-) ૬. પરચુરણ નાની ચાંદી: વજન ૩૫ ગ્રામ (કિંમત રૂ. ૪,૪૧૦/-) ૭. સોનાની વીંટી (૧ નંગ): વજન ૧ ગ્રામ (કિંમત રૂ. ૧૦,૬૦૦/-) ૮. સોનાની રણી (૧ નંગ): વજન ૧૨.૪૬૦ ગ્રામ (કિંમત રૂ. ૧,૪૦,૦૦૦/-) ૯. સોનાની રણી (૧ નંગ): વજન ૨૧.૯૩૦ ગ્રામ (કિંમત રૂ. ૨,૪૬,૦૦૦/-)

  • કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૫,૭૨,૩૭૦/-

પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીથી અરજદાર અને પરિવારજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!