ખેડબ્રહ્મા

પોશીના તાલુકાના દોતડ ગામેથી ₹૬.૫૭ લાખથી વધુની કિંમતના ગાંજાના ૧૦ છોડ સાથે એક શખ્સ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા એન્ટી નાર્કોટીક્સ વિંગ દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને કપાસના ખેતરમાં કપાસની આડમાં કરાયેલું ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે આશરે ૧૩.૧૪૩ કિલોગ્રામ વજન ધરાવતા ગાંજાના ૧૦ છોડ કબ્જે કરી એક આરોપીની અટકાયત કરી છે.

નવરાત્રી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના

આગામી નવરાત્રીના તહેવાર અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નાર્કોટીક્સ અંગેની કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

બાતમીના આધારે દરોડો

એન્ટી નાર્કોટીક્સ વિંગના પો.ઇન્સ. એલ.જે. વાળાના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઇ. આર.કે. ગજ્જરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આ.પો.કોન્સ. સુમતીભાઇ ચંદુભાઇ (બ.નં- ૨૪૮) ને મળેલ ખાનગી બાતમીના આધારે દોતડ ગામે રોડની સાઇડમાં આવેલા મકાનની બાજુમાં ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ખેતરમાં કપાસની આડમાં વાવેતર કરેલા માદક પદાર્થ ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.

ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલની વિગત:

  • આરોપીનું નામ: પ્રવિણભાઇ બાબુભાઇ તરાલ (રહે. જોગત ફળીયુ, દોતડ, તા. પોશીના, જી. સાબરકાંઠા)

  • ઝડપાયેલ મુદ્દામાલ:

    • માદક પદાર્થ ગાંજાના લીલા છોડ (કુલ નંગ-૧૦, વજન-૧૩.૧૪૩ કિ.ગ્રા.) – કિંમત ₹૬,૫૭,૧૫૦/-

    • એફ.એસ.એલ. સેમ્પલ માટી (૧ કિ.ગ્રા.)

    • કંટ્રોલ સેમ્પલ માટી (૧ કિ.ગ્રા.)

પોલીસે મુદ્દામાલ હસ્તગત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને પોશીના પોલીસ સ્ટેશન ખાતે સુપરત કર્યો છે.

કામગીરી કરનાર ટીમ:

આ કામગીરીમાં પો.સ.ઇ. આર.કે. ગજ્જર (ANW), એ.એસ.આઇ. જયદિપકુમાર, એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ, પી.સી. સુમતિભાઇ, પી.સી. અભિજીતસિંહ તથા પી.સી. સુશીલકુમાર સામેલ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!