તલોદ

તલોદ પોલીસની મોટી કાર્યવાહી: આંબાવાડી ગામની સીમમાંથી રૂ. ૬.૩૮ લાખથી વધુના દેશી દારૂ અને ભઠ્ઠી સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ અનુસાર, હિંમતનગર વિભાગના વિજ્ઞાન અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.

બાતમીના આધારે રેડ: દરમિયાન, પોલીસ સ્ટાફના નિકુલસિંહ મહેન્દ્રસિંહ અને રવિ બાબુભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, આંબાવાડી ગામની સીમમાં ખારી નદીના કાંઠે આવેલા ખરાબામાં કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે આંબાવાડી ગામની સીમના ખરાબા વિસ્તારમાં રેડ કરી હતી.

પકડાયેલ આરોપી અને મુદ્દામાલ: પોઇન્ટ પર દરોડા દરમિયાન પોલીસે દીવાનસિંહ દીપસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૪, રહે. રામપુરા, તા. તલોદ) નામના શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય આરોપીઓ સતીષસિંહ ઉર્ફે છત્રસિંહ હઠીસિંહ રાઠોડ અને વિરેન્દ્રસિંહ રંગુસિંહ રાઠોડ તથા કનુસિંહ ઉર્ફે ધોની હાલુસિંહ રાઠોડને પકડવાના બાકી છે.

પોલીસે સ્થળ પરથી રૂ. ૫,૭૫,૦૦૦ ની કિંમતનો ૫૦૦ લિટરની ક્ષમતાવાળા ૪૬ સિન્ટેક્સ ટાંકામાં ભરેલો દેશી દારૂ ગાળવાનો વોશ (૨૩,૦૦૦ લિટર), રૂ. ૧૪,૦૦૦ ની કિંમતનો દેશી દારૂ (૭૦ લિટર), તેમજ એલ્યુમિનિયમના વાસણો, નળીઓ, બળતણના લાકડા, એક હોન્ડા એક્ટિવા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૬,૩૮,૩૦૦/- નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે તલોદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!