સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ
સાબરકાંઠા જિલ્લામાં ક્યાં સુધી લુંટાશે ખનીજનો ભંડાર??

ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરીને ખનીજ માફીઆઓ બે નંબર ઓવરલોડ ગાડીઓ ભરીને રેતી ચોરી કરી રહ્યા છે અને સરકારની તિજોરી ને મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યા છે તેમ છતાં સાબરકાંઠા જિલ્લા ખાન ખનીજ વિભાગ કેમ ગોળ નિંદ્રામાં સુઈ રહ્યું છે કે પછી અધિકારીઓ ના થઈ રહ્યા છે મસમોટા વહીવટ તે એક ગંભીર સવાલ ઉભો થયો છેસાબરમતી સપ્તેશ્વર નદીથી માંડીને કટ્ટી મંદિર,કડોલી ખેડાવાડા, જોરાપુરા, દેધરોટા અને છેક પ્રાંતિજ સુધી ના વિસ્તાર માં ગેરકાયદેસર રીતે ખનન માફીયાઓ રેતી ની ચોરી કરી રહ્યા છે પરંતુ સરકાર ના ચોપડે કાર્યવાહી માત્ર કાગળ ઉપરજ જોવા મળી રહી છે ખનીજ માફીયાઓ જાણે હપ્તા આપતા હોય તેમ ખુલ્લેઆમ રેતી ચોરી કરીને અધિકારીઓ સામે પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે ગામની નજીક સાબરમતી નદી આવેલી છે તે ગામ નજીક થી ખનીજ માફીયાઓ રેતી ચોરી કરી રહ્યા છે અને તે ગામમાં થઈને ઓવરલોડ ગાડીઓ પસાર કરી રહ્યા છે જેના લીધે ગામડાના રોડ રસ્તાની હાલતો પણ કફોડી બની ગઈ છે તેમ છતાં અધિકારીઓ હપ્તા લેતા હોય તેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડયા છેઅગાઉ પણ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી તો અહીંયા સ્થાનિક ખનીજ વિભાગ કેમ ઊંઘતું ઝડપાય છે તે એક ગંભીર સવાલ ઉભો થાય છેજો સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયા ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી નહિ કરે તો સરકારની તિજોરીની મોટા પાયે નુકસાન થાય તેમાં કોઈ નવાઈની વાત નથીતો હવે ખાણ ખનીજ વિભાગનું ભ્રષ્ટાચારી તંત્ર હવે જાગે અને આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.




