હિંમતનગર શહેરમાં આજે જીવરક્ષા સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો
સંવિધાન દિવસ નિમિત્તે સજીવોને અધિકાર આપવાની માંગ સાથે શપથવિધિ યોજાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જેલભરો આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજે જીવરક્ષા સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સુપ્રીમ કોર્ટના જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાનોને શેલ્ટર હાઉસમાં રાખવા અંગેના નિર્ણયના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંવિધાન દિવસ નિમિત્તે સજીવોને અધિકાર આપવાની માંગ સાથે શપથવિધિ પણ યોજાઈ હતી.હિંમતનગરના ટાવર ચોક ખાતે સાબરકાંઠા જીવરક્ષા સમિતિ દ્વારા શ્વાનોના રક્ષણને લઈ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. ૧૮ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે જાહેર રસ્તાઓ પર રખડતા શ્વાનોને શેલ્ટર હાઉસમાં રાખવા અંગેનો નિર્ણય આપ્યો હતો, જે નિર્ણયના વિરોધમાં જીવરક્ષા સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે અગાઉ ૪ જાન્યુઆરીના રોજ “યુ ઓર ડાયફર” કાર્યક્રમ તેમજ ૧૮ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અખંડ જ્યોત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૨૬ જાન્યુઆરીના રોજ સંવિધાન દિવસ નિમિત્તે સજીવોને અધિકાર આપવાની માંગ સાથે શપથવિધિ યોજાઈ હતી. હિંમતનગર જીવરક્ષા સમિતિ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જેલભરો આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે.




