હિમતનગર
કાનડામાં ફોઈબા માતાજીનો પાટોત્સવ ઉજવાયો.

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના કાનડા ગામે આવેલ ફોઈબા માતાજીનો 21 મો પાટોત્સવ તાજેતરમાં ઉજવાયો હતો જે પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા તાલુકા મંડલના પ્રમુખ હિતેન્દ્ર પટેલ તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ ભગીરથસિંહ ઝાલા ગજેન્દ્રસિંહ ઝાલા કાનડા ના સરપંચ મનહરસિંહ ઝાલા પીપલોદીના સરપંચ વિષ્ણુસિંહ હાપા ઠાકોર સાહેબ હેપી બાપુ રાજેન્દ્રસિંહ ચૌહાણ વનરાજસિંહ રાઠોડ, કલ્પેશસિંહ પરમાર, ભરતસિંહ પરમાર તથા ચિકેન્દ્ર સિંહજી સહિત આસપાસના ગામોની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે સમાજમાં એકતા ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરા નો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો.





