સાબરકાંઠા

હિંમતનગર તાલુકાના નાયી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરીને આવેદનપત્ર આપ્યું

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર તાલુકાના નાયી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરીને આવેદનપત્ર આપ્યું

– મધ્યપ્રદેશમાં બનેલી દિકરી પર અત્યાચાર અને હત્યાની ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

– આરોપીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નાયી સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. હિંમતનગર તાલુકાના સમસ્ત નાયી સમાજે મધ્યપ્રદેશમાં બનેલી દિકરી પર અત્યાચાર અને હત્યાની ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.હિંમતનગર ખાતે નાયી સમાજ દ્વારા આક્રોશ અને રોષ સાથે સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મધ્યપ્રદેશમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી દિકરી પર થયેલા અત્યાચાર અને હત્યાની ઘટનાને લઈને નોંધાવવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઘટના બન્યા છતાં આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. સ્થાનિક પોલીસની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કરી કેસની તપાસ ઉચ્ચ કક્ષાની એજન્સીને સોંપવાની માંગ કરવામાં આવી હતી. જોકે આરોપીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!