હિમતનગર

હિંમતનગરમાં પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે અન્ડર-14 ભાઈઓની બે દિવસીય ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગર ખાતે આવેલ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં આજથી અન્ડર-14 ભાઈઓની બે દિવસીય ફૂટબોલ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં અમદાવાદ વિભાગની કુલ સાત ટીમોના 98 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ખેલાડીઓને પ્રેરણાદાયક સંબોધન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો હતો.

આજે સ્પર્ધાની લીગ મેચો યોજાઈ રહી છે, જ્યારે આવતીકાલે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. સ્પર્ધામાં જુનાગઢ, સામના, હિંમતનગર, ગાંધીનગર કેન્ટ, અમદાવાદ કેન્ટ અને વડોદરા સહિતની ટીમો ભાગ લઈ રહી છે. ટીમોને એ અને બી પુલમાં વહેંચીને મેચો રમાડવામાં આવી રહી છે.

આ પ્રસંગે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગરના પ્રિન્સિપાલ મહેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફૂટબોલ રમત ખેલાડીઓમાં નેતૃત્વ, ટીમવર્ક અને ખેલભાવના વિકસાવે છે. આ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમ નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!