કાનપુરમાં સ્વાધ્યાય પરિવારનો પ્રકૃતિ પૂજન કાર્યક્રમ: સેવા, સંસ્કાર અને સ્વચ્છતાનો સંદેશ

ઈડર તાલુકાના કાનપુર ગામમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા છેલ્લા ગણા સમયથી નિયમિત રીતે ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ગામમાં સકારાત્મક વાતાવરણ અને એકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
તાજેતરમાં વર્ષા મિલન કાર્યક્રમ અંતર્ગત યુવાધીન વૃક્ષ મંદિર કાર્યક્રમ, મનુષ્ય ગૌરવ દિવસ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વરના પ્રયોગ દ્વારા પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકૃતિ પ્રત્યે આદર, સંરક્ષણ અને સંવર્ધનનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગામની ફળિયાઓ તથા માર્ગો પર પડેલા કચરાને સાફ કરી વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના પરિણામે ગામમાં સ્વચ્છતા સાથે સુંદરતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પ્રસંગે સ્વાધ્યાય પરિવારના યુવાનો, વડીલો, માતાઓ તથા બહેનોએ ઉત્સાહભેર જોડાઈ સેવા કાર્યમાં ભાગ લીધો હતો. સૌએ મળીને સેવા, સંસ્કાર અને સંકલ્પના આ કાર્યને સફળ બનાવી સમાજમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સ્વાધ્યાય પરિવાર દ્વારા આવા કાર્યક્રમો દ્વારા સતત સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ ગામજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.




