ટોચના સમાચાર
2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના-2027 અન્વયે પોતાની તથા પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વ-વસ્તી ગણતરીની પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો; રાજ્યના લોકોને આજથી 31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વ-ગણતરી કરીને મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ…
ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. નાગરિકો se.census.gov.in પર જરૂરી માર્ગદર્શન મેળવીને તેમની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે…





